ફેડરલ ટેક્સ વિશેની માહિતી

 

કોઈપણ ભાષામાં ટેક્સની માહિતી સમજવી મુશ્કેલ હોઈ શકે છે. જો માહિતી તમારી પ્રાધાન્ય ભાષામાં ના આપવામાં આવે, તો તે વધુ મુશ્કેલ હોઈ શકે છે.

અમે વધુ ભાષાઓમાં અમારા ટેક્સ સંસાધનો પૂરા પાડવા માટે કામ કરી રહ્યા છીએ. આ દરમિયાન, અમે તમને તમારો ટેક્સ ચૂકવવા અને ફેડરલ ટેક્સ રીટર્ન ફાઇલ કરવા માટે જરૂરી માહિતી શોધવામાં મદદ માટે આ માર્ગદર્શિકા બનાવી છે.

આ પાનાં પરની મોટાભાગની લિંક્સ અંગ્રેજી સમાવિષ્ટોમાં છે.

આ પાના પર, તમને આ વિષયો પરની માહિતી મળશે:

ટેક્સદાતા તરીકે તમારાં અધિકારો

દરેક ટેક્સદાતા મૂળભૂત અધિકારોનો એક સેટ ધરાવે છે જ્યારે તેઓ IRS સાથે વ્યવહાર કરે છે ત્યારે તેઓએ તેનાથી વાકેફ હોવું જોઈએ.. IRS સાથે આંતરક્રિયામાં ટેક્સદાતાઓને તેમના હકો સમજવામાં સહાય કરવા માટે, એજન્સી તેમને પ્રકાશન 1માં (અંગ્રેજી માં), ટેક્સદાતા તરીકે તમારાં અધિકારોનીPDF રૂપરેખા આપે છે.

કોને ફાઇલ કરવાની જરૂર છે

મોટાભાગના U.S. નાગરિકો અને મોટાભાગના લોકો જે યુનાઇટેડ સ્ટેટ્સમાં કામ કરે છે, તેઓને એક નિર્ધારિત લઘુત્તમ રકમથી વધુની આવક પર ટેક્સ ચૂકવવાની જરૂર હોય છે. જો તમે લઘુત્તમ કરતા ઓછું આવક બનાવો, તો પણ તમે તમારો ટેક્સ ફાઇલ કરવાનું ઈચ્છી શકો છો. તમારે ટેક્સ રીટર્ન ફાઇલ કરવું જોઈએ કે નહીં તે શોધવા, જુઓ મારે ટેક્સ રીટર્ન ફાઇલ કરવાની જરૂર છે (અંગ્રેજી માં).

W-2 ફોર્મ મેળવનારા કર્મચારીઓ

જો તમે કોઈ બિઝનેસ માટે કામ કરીને મહેનતાણું મેળવો, તો તમારાં એમ્પ્લોયર તમને ફોર્મ W-2, મહેનતાણું અને ટેક્સ પત્રક આપવું જોઈએ, જે તમારી કુલ આવક અને કપાત બતાવે છે. જો તમને ફોર્મ W-2 મળે, તો તમે ટેક્સ રીટર્ન ફાઇલ કરી શકો છો કારણ કે તમારાં એમ્પ્લોયરે તમારાં માટે ટેક્સ ચૂકવ્યો છે, અને તમે ચૂકવેલા કરતા ઓછો ટેક્સ બાકી છે.

Gig Economy (ગિગ ઇકોનોમી) કામગારો

Gig Economy (ગિગ ઇકોનોમી) કામગારો ઘણીવાર કોઈ એપ્સ અથવા વેબસાઇટ જેવા ડિજિટલ પ્લેટફોર્મથી ઓન ડિમાન્ડ (માંગ)-કામ, સેવાઓ અથવા સામાન પૂરો પાડી આવક મેળવે છે. તમે આ પ્રકારનાં કામોથી કમાયેલી આવક પર તમારે ટેક્સ ભરવો જરૂરી છે. The Gig Economy Tax Center (ધ ગિગ ઇકોનોમી ટેક્સ સેન્ટર) (અંગ્રેજી માં) તમને ટેક્સ કાયદાઓનું પાલન કરવા માટે જરૂરી માહિતી આપશે.

સ્વ-રોજગાર (Self-Employed)

તમે સ્વ-રોજગાર (અંગ્રેજી માં) છો જો તમે નીચે આપેલમાંથી કોઈપણ તમને લાગુ પડે:

  • તમે એકમાત્ર માલિક અથવા સ્વતંત્ર ઠેકેદાર તરીકે ટ્રેડ અથવા બિઝનેસ કરો
  • તમે એક ભાગીદારીના સભ્ય છો જે ટ્રેડ અથવા બિઝનેસ કરે છે
  • તમે તમારાં પોતાનાં બિઝનેસમાં છો (પાર્ટ-ટાઇમ બિઝનેસ સહિત)

જો તમે સ્વ-રોજગાર હોવ, તો તમારે આવકવેરો ભરવાની જરૂર છે, તેથી તમારે સામાન્ય રીતે વાર્ષિક ટેક્સ રીટર્ન ફાઇલ કરવો પડે અને દર ત્રૈમાસિકમાં અંદાજીત ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવવો પડે છે.

તમારે સામાન્ય રીતે સ્વ-રોજગાર ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવવો પણ જરૂરી છે. આ એક સામાજિક સુરક્ષા અને મેડિકેર ટેકસ છે જે મુખ્યત્વે તેમના માટે છે જેઓ પોતાના માટે કામ કરે છે. તમારી સ્વ-રોજગાર ટેક્સ ચૂકવણી Social Security System (સામાજિક સુરક્ષા સિસ્ટમ) હેઠળના તમારાં કવરેજમાં ફાળો આપે છે. Social Security (સામાજિક સુરક્ષા) કવરેજ તમને retirement benefits (નિવૃત્તિ લાભો), disability benefits (અપંગતા લાભો), survivor benefits (ઉત્તરજીવી લાભો, અને medical insurance (Medicare) benefits (તબીબી વીમા (મેડિકેર)ના) લાભો પૂરા પાડે છે.

બિઝનેસ માલિકો

અમારો લઘુ વ્યવસાય (Small Business) અને સ્વ-રોજગાર ટેકસ સેન્ટર (અંગ્રેજી માં), ટેક્સદાતાઓ કે જેઓ ફોર્મ 1040 અથવા 1040SR , અનુસૂચિ C, E, F અથવા ફોર્મ 2106 ફાઇલ કરે છે, તેમજ $10 મિલિયનથી ઓછી અસ્ક્યામતો (assets) સાથે લઘુ વ્યવસાય માટે ટેક્સની માહિતી પૂરી પાડે છે.

તમે તમારી આવક કમાઓ ત્યારે તમારો ટેક્સ ચૂકવો

વર્ષ દરમિયાન તમે આવક કરો અથવા પ્રાપ્ત કરો છો ત્યારે, કાં તો કપાત (અંગ્રેજી માં) અથવા અંદાજીત ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવણી દ્વારા ફેડરલ આવક ટેક્સ ચૂકવવો જરૂરી છે. જો તમે કપાત અથવા અંદાજીત ટેક્સ ચૂકવણી દ્વારા પૂરતો ટેક્સ ભરતા ના હોવ, તો તમારાંથી પેનલ્ટી વસૂલવામાં આવી શકે છે.

ટેક્સ કપાત

જો તમે કર્મચારી હોવ, તો તમારો એમ્પ્લોયર કદાચ તમારાં પેચેકથી આવકવેરો કાપે છે અને તમારાં નામે IRSને ચૂકવે છે.

તમારાં નિયમિત પગારથી તમારાં એમ્પ્લોયરનો કેટલો ટેક્સ કાપે છે તેના પર નિર્ભર છે:

  • તમે જેટલી રકમ કમાઓ
  • ફોર્મ W-4, Employee's Withholding Certificate (એમ્પ્લોયી વિથહોલ્ડીંગ સર્ટિફિકેટ) પર તમે તમારાં એમ્પ્લોયરને જે માહિતી આપો છો

તમારી કપાત તપાસવા અને તમારાં ટેક્સ બિલને આવરી લેવા માટે તમારી પાસે પૂરતી કપાત છે કે નથી તેની ખાતરી કરવા માટે અમારા Tax Withholding Estimator (ટેક્સ વિથહોલ્ડીંગ એસ્ટીમેટર) (અંગ્રેજી માં)નો ઉપયોગ કરો.

અંદાજીત ટેક્સ

જો તમે તમારાં બિઝનેસમાં હોવ, તો સામાન્ય રીતે તમારે અંદાજીત કર ચૂકવણી કરવાની જરૂર હોય છે.

જો તમે ફાઇલ કરો ત્યારે $ 1000 અથવા તેથી વધુની દેણદારી (owe) હોવાની અપેક્ષા હોય તો તમારે અંદાજીત ટેક્સની ચૂકવણી કરવાની પણ જરૂર પડી શકે છે. જો તમે બિઝનેસમાં એકમાત્ર માલિક અથવા ભાગીદાર હોવ અથવા જો તમે કોઈ Gig Economy Worker (ગિગ ઇકોનોમી કામગાર) હોવ તો આવું થઈ શકે છે.

જો તમે ટેક્સ રીટર્ન ફાઇલ કરાવતા હો ત્યારે જો તમને રીફંડ મળતું હોય તો પણ જો તમારી અંદાજીત ટેકસ ચૂકવણી મોડી થઈ હોય તો તમારાંથી દંડ વસૂલી થઈ શકે છે.

તમારાં અને તમારાં પરિવાર માટે ફાઇલ કરવું

તમારાં અને તમારાં પરિવાર માટે વ્યક્તિગત ટેક્સ રીટર્ન કેવી (અંગ્રેજી માં) રીતે ફાઇલ કરવું તેની માહિતી મેળવો.

ક્યારે ફાઇલ કરવું

વ્યક્તિઓ અને પરિવારો માટે ટેક્સ ભરવાની અને ચૂકવણીની છેલ્લી તારીખ સામાન્ય રીતે 15 એપ્રિલ હોય છે. ફાઇલિંગની છેલ્લી તારીખના અપવાદો અને લંબાવવા માટેની માહિતી માટે ક્યારે ફાઇલ કરવું (અંગ્રેજી માં) તે અંગેનું અમારું પાનું જુઓ.

તમારે શું ફાઇલ કરવાની જરૂર છે

ટેક્સદાતા ઓળખ નંબર

ટેક્સદાતા ઓળખ નંબર તમારાં તમામ ટેક્સ-સંબંધિત દસ્તાવેજો પર જરૂરી છે.

મોટાભાગના ટેક્સદાતા ઓળખ નંબરો સામાજિક સુરક્ષા નંબરો હોય છે.

જો તમે સામાજિક સુરક્ષા નંબર માટે પાત્ર ના હોવ, તો તમારે વ્યક્તિગત ટેક્સદાતા ઓળખ નંબર (અંગ્રેજી માં) અથવા ITIN વાપરવું જરૂરી છે. ITIN ફક્ત ફેડરલ ટેક્સ ફાઇલિંગ અને રિપોર્ટિંગ માટે જ આપવામાં આવે છે.

એક ITIN કરતું નથી:

કેવી રીતે ફાઇલ કરવું

ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ

ઇલેક્ટ્રોનિક ફાઇલિંગ - અથવા ઇ-ફાઇલિંગ - જ્યારે તમે તમારાં આવકવેરા વળતરને ઇન્ટરનેટ પર IRS પર મોકલવા માટે કમર્શિયલ ટેક્સ પ્રિપરેશન સૉફ્ટવેર વાપરો છો.

જો તમે તમારું ટેક્સ રીટર્ન ઇ-ફાઇલ કરો, તો અમને સામાન્ય રીતે તમારું રીટર્ન પ્રાપ્ત થયાના 3 અઠવાડિયાની અંદર તમને તમારો ટેક્સ રિફંડ મળશે -એ પણ ઝડપી, જો તમે તમારું રીફંડ તમારાં બેંક ખાતામાં જમા કરાવવાનું પસંદ કરો. અમારી પાસે ફ્રી ફાઇલ સહિત ઘણા ઇ-ફાઇલ વિકલ્પો (અંગ્રેજી માં) હોય છે.

ફ્રી ફાઇલ

ફ્રી ફાઇલ (અંગ્રેજી માં) સાથે, તમે ટેક્સની તૈયારી કરી શકો અને ફાઇલિંગ સૉફ્ટવેર વાપરીને મફતમાં તમારાં ફેડરલ આવકવેરા રીટર્ન તૈયાર અને ફાઇલ કરી શકો છો.

વિશેષ ટેક્સદાતાઓ

મિલિટરી અને બુઝુર્ગો

U.S. Armed Forces (યુ.એસ. સશસ્ત્ર દળ)ના સભ્યો અને બુઝુર્ગોને ખાસ ટેક્સ પરિસ્થિતિઓ અને લાભો હોય છે - જેમાં MilTax (મિલ્ટેક્સ) એક્સેસ સામેલ છે, આ એક પ્રોગ્રામ છે જે સામાન્ય રીતે ફ્રી ટેક્સ રીટર્ન પ્રિપરેશન અને ફાઇલિંગ પ્રસ્તાવિત કરે છે. અમે મિલિટરી સભ્યો માટે (અંગ્રેજી માં), ભલે તમે સક્રિય ફરજ પર, અનામત અથવા બુજુર્ગ હોવ, તે જોગવાઈઓ તમને અને તમારાં ટેક્સને કેવી રીતે અસર કરે છે તે સમજવા માટે ટેક્સ માહિતી પ્રદાન કરીએ છીએ.

આંતરરાષ્ટ્રીય ટેક્સદાતાઓ

આંતરરાષ્ટ્રીય વ્યક્તિગત ટેક્સદાતાઓ (અંગ્રેજી માં) તરીકેની તમારી ટેક્સની જવાબદારીઓ તમે US નાગરિક, નિવાસી આપ્રવાસી (resident alien) (અંગ્રેજી માં), અથવા બિન-નિવાસી આપ્રવાસી (non-resident alien) (અંગ્રેજી માં)છો તેના પર નિર્ભર છે.

જો તમે US નાગરિક અથવા નિવાસી આપ્રવાસી હોવ, તો તમે જ્યાં રહો છો તેને અનુલક્ષીને, તમારી વિશ્વવ્યાપી આવક US આવકવેરાને આધિન છે.

બિન-નિવાસી આપ્રવાસી પર ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સના સ્રોતોમાંથી મળેલી આવક પર અને યુનાઇટેડ સ્ટેટ્સમાં ટ્રેડ અથવા બિઝનેસ સાથે જોડાયેલી અમુક ચોક્કસ આવક પર જ ટેક્સ વસૂલવામાં આવે છે.

તમારાં બિઝનેસ માટે ફાઇલ કરવું

તમારે શું ફાઇલ કરવાની જરૂર છે

એમ્પ્લોયર ઓળખ નંબર

મોટાભાગના બિઝનેસો - અને તમામ એમ્પ્લોયરો -ને ટેકસ ભરવા માટે એક Employer Identification Number (એમ્પ્લોયર ઓળખ નંબર) (અંગ્રેજી માં), અથવા EINની જરૂર પડે છે. તમે EIN માટે ઑનલાઇન અરજી કરી (અંગ્રેજી માં) શકો છો અને તરત જ તમારો નંબર મેળવી શકો છો.

બિઝનેસ ટેકસેસ

તમારે કયા બિઝનેસ ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવવા જોઈએ અને તમે તેમને કેવી રીતે ચૂકવો છો તે તમારું બિઝનેસ માળખું (અંગ્રેજી માં) નક્કી કરે છે.

યાદ રાખો, તમારે ટેક્સ વર્ષ દરમિયાન નિયમિત અંદાજીત ટેક્સ ચૂકવણી (અંગ્રેજી માં) કરીને તમારી આવક પર તમારાં ટેક્સ ચૂકવવા પડશે.

બિઝનેસ આવક ટેક્સ

ભાગીદારી સિવાયના તમામ બિઝનેસોએ વાર્ષિક આવકવેરા રીટર્ન ફાઇલ કરવું જરૂરી છે. ભાગીદારી માહિતી રીટર્ન ફાઇલ કરે છે.

તમે કયા ફોર્મનો ઉપયોગ કરો છો તે તમારાં બિઝનેસને કેવી રીતે ગોઠવવામાં આવે છે તેના પર નિર્ભર છે. તમે સ્થાપિત કરેલ બિઝનેસ એન્ટિટીના આધારે (અંગ્રેજી માં) તમારે કયા ફોર્મો ભરવા જરૂરી છે તે શોધવા માટે બિઝનેસ માળખાનો સંદર્ભ લો.

રોજગાર ટેક્સો

જો તમારી પાસે કર્મચારીઓ હોય, તો તમારે રોજગાર ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવવાની જરૂર રહેશે. રોજગાર ટેક્સમાં સામેલ છે:

  • Social Security and Medicare taxes (સામાજિક સુરક્ષા અને મેડીકેર ટેક્સ)
  • Federal income tax withholding (ફેડરલ આવકવેરો કપાત)
  • Federal unemployment tax (ફેડરલ બેરોજગારી કપાત)

Excise taxes (એક્સાઈઝ ટેક્સ)

જો તમારાં ધંધામાં તમારે એક્સાઈઝ ટેક્સ (અંગ્રેજી માં) ચૂકવવાની જરૂર પડી શકે:

  • અમુક પ્રોડક્ટો ઉત્પાદન કરે અથવા વેચે છે
  • અમુક પ્રકારના બિઝનેસ ચલાવે છે
  • વિવિધ પ્રકારના ઉપકરણો, સુવિધાઓ અથવા પ્રોડક્ટો વાપરે છે
  • અમુક સેવાઓ માટે ચૂકવણી મેળવે છે

આંતરરાષ્ટ્રીય બિઝનેસો

USમાં પ્રવૃત્તિઓ કરતા વિદેશી બિઝનેસો અથવા USની બહારની પ્રવૃત્તિઓ કરતા ઘરેલૂ ઉદ્યોગોએ આંતરરાષ્ટ્રીય બિઝનેસો (અંગ્રેજી માં) માટેના વિશિષ્ટ જરૂરિયાતો પૂર્ણ કરવી જરૂરી છે.

તમારું ટેક્સ રીટર્ન તૈયાર કરવામાં મદદ મેળવો

પાત્ર ટેક્સદાતાઓ માટે મફત ટેક્સ મદદ

અમારા IRS-પ્રમાણિત ટેક્સ પ્રિપરેશન વોલીન્ટીયર પ્રોગ્રામોથી (અંગ્રેજી માં) દેશભરમાં 10,000 થી વધુ સાઇટો પર મફત ટેક્સ મદદ ઉપલબ્ધ છે. IRS ફ્રી ફાઇલ (અંગ્રેજી માં)થી તમે ઑનલાઇન મદદ પણ મેળવી શકો છો.

Volunteer Income Tax Assistance (વોલીન્ટીયર આવકવેરા મદદ)

The Volunteer Income Tax Assistance (VITA) {વોલીન્ટીયર આવકવેરા મદદ (VITA)} પ્રોગ્રામ, એવા લોકોની મદદ માટે મફત મૂળભૂત આવકવેરા રીટર્ન પ્રિપરેશન પ્રદાન કરે છે:

  • ઓછીથી મધ્યમ આવક
  • અપંગતા
  • મર્યાદિત અંગ્રેજી પ્રાવિણ્યતા

વડીલો માટે ટેક્સ પરામર્શ

Tax Counseling for the Elderly (વડીલો માટે ટેક્સ પરામર્શ) (TCE)પ્રોગ્રામ તમામ ટેક્સદાતાઓ, ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે મફત ટેક્સ સહાય આપે છે. TCE સિનિયરો માટેના વિશિષ્ટ પેન્શન અને નિવૃત્તિ-સંબંધિત મુદ્દાનાં પ્રશ્નોમાં નિષ્ણાત છે.

એક ટેક્સ પ્રોફેશનલ હાયર કરો

તમે ટેક્સ પ્રોફેશનલને પણ પસંદ કરી (અંગ્રેજી માં) શકો છો જો તમને તમારો ટેક્સ રીટર્ન તૈયાર કરવા કોઈની જરૂર હોય.

આ એક અગત્યનો નિર્ણય છે. તમારી સૌથી વધુ વ્યક્તિગત માહિતી સાથે તમે તમારાં ટેક્સ પ્રોફેશનલ પર વિશ્વાસ કરો. તેઓ તમારાં લગ્ન, તમારી આવક, તમારાં બાળકો, તમારાં સામાજિક સુરક્ષા નંબરો અને તમારાં નાણાકીય જીવનની વિગતો વિશે જાણે છે.

મોટાભાગના ટેક્સ પ્રોફેશનલ્સ ઉત્કૃષ્ટ સેવાઓ પૂરી પાડે છે. પરંતુ તમારું રીટર્ન તૈયાર કરવા માટે ખોટી વ્યક્તિની પસંદગી થવાનું શક્ય છે. ટેક્સ તૈયાર કરનારને પસંદ કરવા અમારી ટીપ્સ (અંગ્રેજી માં) તપાસવાનું ભૂલતા નહીં.

રીફંડો

ડાયરેક્ટ ડિપોઝીટ

જો તમે તમારાં ટેક્સમાં ચૂકવેલા નાણાંનું રીફંડ લેવાનું બાકી હોય, તો ફાઇલ કરતી વખતે ડાયરેક્ટ ડિપોઝીટ (અંગ્રેજી માં) પસંદ કરો. તમારું ટેક્સ રીફંડ મેળવવાની આ સૌથી ઝડપી રીત છે. આ મફત છે, અને આ સુરક્ષિત છે.

તમે તમારાં રીફંડને ત્રણ જેટલા બેંક ખાતાઓમાં ડાયરેક્ટ જમા કરી શકો છો. જ્યારે તમે ડાયરેક્ટ ડિપોઝીટવાપરો, ત્યારે તમારાં કાગળ ચોરી થવાનું અથવા ખોવાઈ જવાનું કોઈ જોખમ રહેતું નથી.

તમારું રિફંડ ટ્રેક કરો

Where's my Refund? (અંગ્રેજી માં) એક ઑનલાઇન ટૂલ છે જે તમારાં ટેક્સ રિફંડને ટ્રેક કરશે. ટૂલ વાપરવા, તમારે તમારો Social Security Number or ITIN (સામાજિક સુરક્ષા નંબર અથવા ITIN), તમારું ફાઇલિંગ સ્ટેટસ અને તમારાં રીફંડની ચોક્કસ રકમની જરૂર પડશે.

અમે મોટાભાગના રિફંડો 21 દિવસથી ઓછા સમયમાં જારી કરીએ છીએ. તમારે અમને ફક્ત કૉલ કરવો જોઈએ જો:

  • તમે તમારું ટેક્સ રીટર્ન 21 દિવસ કરતા વધુ પહેલાં ઇ-ફાઇલ કર્યું છે
  • તમે તમારું પેપર રીટર્ન 6 દિવસ કરતા વધુ પહેલાં મેઈલ કર્યું છે
  • The Where's My Refund? ટૂલ તમને IRSનો સંપર્ક કરવા કહે છે

ચૂકવણી વિકલ્પો

તમે IRS2Go એપ્સ (અંગ્રેજી માં) વાપરીને, ફોનથી અથવા તમારાં મોબાઇલ ડિવાઇસથી ઑનલાઇન તમારો ટેક્સ ચૂકવી શકો છો. વધુ જાણવા માટે અમારાપેમેન્ટ્સ (અંગ્રેજી માં) પાનાની મુલાકાત લો.

IRS સાથે મદદ મેળવો

ટેક્સ કૌભાંડો

કૌભાંડકારો તમારાં પૈસા અથવા તમારી વ્યક્તિગત માહિતી લેવાનો પ્રયાસ કરે છે. ચેતતા રહો અને ટેક્સ કૌભાંડમાં ફસાવવાનું ટાળો (અંગ્રેજી માં).

IRS ક્યારેય નહીંકરે:

  • તમારી વ્યક્તિગત અથવા આર્થિક માહિતી પૂછવા માટે ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા સોશિયલ મીડિયાથી તમારો સંપર્ક કરો.
  • તાત્કાલિક ચૂકવણીની માંગ માટે બોલાવો સામાન્ય રીતે, જો તમારી ટેક્સ દેણદારી હોય તો IRS પહેલા તમને બિલ મેઇલ કરશે.
  • તમે કોઈ ચોક્કસ ચૂકવણી પદ્ધતિ વાપરવાની માંગ કરો જેમ કે પ્રિપેડ ડેબિટ કાર્ડ, ગિફ્ટ કાર્ડ અથવા વાયર ટ્રાન્સફર.
  • તમે ચૂકવણી ના કરો તે બદલ પોલીસ અથવા અન્ય કાયદા અમલબજવણી કરવા, ધરપકડ કરવાની ધમકી.
  • તમારાં ડ્રાઇવર્સ લાઇસન્સ, બિઝનેસ લાઇસેંસ અથવા ઇમિગ્રેશન સ્ટેટસ છીનવી લેવાની ધમકી. આ પ્રકારની ધમકીઓ સામાન્ય યુક્તિઓ છે જે કૌભાંડ કલાકારો પીડિતોને ફસાવવા માટે વાપરે છે.
  • માંગણી કરે કે તમે તેમને દેણદારીની રકમ સવાલ અથવા અપીલ કરવાની તક આપ્યા વિના ચૂકવણી કરો.
  • તમને અપેક્ષા નથી તેવા ટેક્સ રીફંડ મેળવશો છો તે કહેવા માટે કૉલ કરો.

ઓળખ ચોરી

ટેક્સ રીટર્ન ફાઇલ કરવા અને કપટપૂર્ણ રીફંડનો દાવો કરવા માટે જ્યારે કોઈ તમારી વ્યક્તિગત માહિતી - જેમ કે તમારો સામાજિક સુરક્ષા નંબર અથવા ITIN – ચોરી કરે છે ત્યારે ટેક્સ સંબંધિત ઓળખ ચોરી થાય છે.

ઓળખ ચોરીના ચિહનો જાણો (અંગ્રેજી માં) અને જો તમે તમારાં ડેટા અને ઓળખ બચાવવા ભોગ બનો તો તાત્કાલિક કાર્યવાહી કરો.

આફત રાહત

જ્યારે ત્યાં કોઈ ફેડરલ-ઘોષિત આફત હોય છે (અંગ્રેજી માં), ત્યારે અમે વ્યક્તિઓ અને બિઝનેસોને આર્થિક સુધારણા કરવામાં સહાય માટે આફત સહાય અને કટોકટી રાહત પ્રદાન કરીએ છીએ.

આફત માટે કેવી રીતે તૈયારી કરવી (અંગ્રેજી માં) અમે તે અંગેની ટીપ્સ પણ આપીએ છીએ જેથી તમે તમારી જાતે, તમારાં પરિવાર અને તમારાં બિઝનેસને સુરક્ષિત કરી શકો.

Taxpayer Advocate Service (ટેક્સદાતા એડવોકેટ સેવા)

The Taxpayer Advocate Service (TAS) {ટેક્સદાતા એડવોકેટ સેવા (TAS)} IRSની અંદર એક સ્વતંત્ર સંસ્થા છે જે ટેક્સદાતાઓને મદદ કરે છે અને ટેક્સદાતાઓના અધિકારોનું રક્ષણ કરે છે. TAS તમને મદદ ઓફર કરે છે જો:

  • તમારી ટેક્સની સમસ્યા નાણાકીય મુશ્કેલીનું કારણ બનતી હોય
  • તમે પ્રયત્ન કર્યો હોય અને IRS સાથે તમારી સમસ્યાનું સમાધાન કરવામાં અસમર્થ હોવ, અથવા
  • તમે માનો છો કે IRS સિસ્ટમ, પ્રક્રિયા અથવા કાર્યવાહી ફક્ત તે પ્રમાણે કામ ના કરે.

જો તમે TAS સહાયતા માટે લાયક હોવ, જે હંમેશાં મફત હોય, તો તેઓ તમને મદદ કરવા શક્ય બધુ કરશે.

Taxpayer Advocate Service (ટેકસદાતા એડવોકેટ સેવા)ની (અંગ્રેજી માં) ઑનલાઇન મુલાકાત લો અથવા 877-777-4778 પર કૉલ કરો.

Low-Income Taxpayer Clinic (ઓછી આવક ટેક્સદાતા ક્લિનિક)

Low Income Taxpayer Clinics (LITCs) (ઓછી આવક ટેક્સદાતા ક્લિનિક્સ) IRS અને TAS બંનેથી સ્વતંત્ર છે. LITC તે વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ કરે છે જેમની આવક ચોક્કસ સ્તરથી ઓછી હોય અને જેને IRS સાથે કર સમસ્યાઓનું સમાધાન કરવાની જરૂર હોય.

LITCs આમાં ટેક્સદાતાઓનું પ્રતિનિધિત્વ કરી શકે છે:

  • ઑડિટો,
  • અપીલો, અને
  • IRS સમક્ષ અને કોર્ટમાં ટેક્સ વસૂલાતના વિવાદો.

જો અંગ્રેજી તમારી બીજી ભાષા હોય, તો LITCs વિવિધ ટેક્સદાતાઓમાં ટેક્સદાતાના અધિકારો અને જવાબદારીઓ વિશેની માહિતી પૂરી પાડી શકે છે.

LITC સેવાઓ મફત અથવા થોડી ફી સાથે ઓફર થાય છે.

વધુ માહિતી માટે અથવા તમારી નજીકની LITC શોધવા, ઓછી આવક ટેક્સદાતા ક્લિનિક્સ (Low Income Taxpayer Clinics) (અંગ્રેજી માં)ની મુલાકાત લો અથવા IRS પબ્લિકેશન 4134 ડાઉનલોડ કરો, Low Income Taxpayer Clinic List (અંગ્રેજી માં)PDF. આ પ્રકાશનની નકલ તમે 800-829-3676 પર IRS ટોલ-ફ્રી પર કૉલ કરીને પણ મેળવી શકો છો.

તમારી ટેક્સ માહિતી

તમારું ટેક્સ એકાઉન્ટ જુઓ

તમારું IRS એકાઉન્ટ (અંગ્રેજી માં) તમને તમારાં ફેડરલ ટેક્સ એકાઉન્ટ વિશેની માહિતીનો સુરક્ષિત એક્સેસ આપે છે. તમારાં ટેક્સ રેકોર્ડ્સને ઑનલાઇન એક્સેસ કરવા તમારું એકાઉન્ટ વાપરો, તમારાં ચૂકવણીના ઇતિહાસની સમીક્ષા કરો અને ચાલુ વર્ષે ટેક્સ રીટર્નની માહિતી જુઓ, જેમ કે તમે મૂળ રૂપે ફાઇલ કરી છે.

તમારાં ટેક્સની એક ટ્રાન્સક્રિપ્ટ મેળવો

જો તમને તમારી મૂળ ટેક્સ રીટર્ન માહિતીની નકલની જરૂર હોય, તો Get Transcript (અંગ્રેજી માં) વાપરો. તમારી ટ્રાંસ્ક્રિપ્ટ તમારાં ટેક્સ રીટર્નમાંથી મોટાભાગની લાઇન આઇટમો દર્શાવે છે. IRS પર તમારી ઓળખ સાબિત કરવા જો તમારે તમારી AGI - અથવા સમાયોજિત એકંદર આવક (adjusted gross income)ની જરૂર હોય, તો તમે તેને તમારી ટ્રાંસ્ક્રિપ્ટ પર શોધી શકો છો.

તમારાં ટેક્સ પ્રશ્નોના જવાબો

ટેક્સ વિષયો

અમે ટેક્સ વિષયોની (અંગ્રેજી માં) યાદી જાળવીએ છીએ જે બિઞનેસ અને વ્યક્તિઓ માટે સામાન્ય ટેક્સની માહિતી પૂરી પાડે છે. ટેક્સ વિષયો સ્પેનિશ (અંગ્રેજી માં), ચાઇનીઝ (પરંપરાગત) (અંગ્રેજી માં), કોરિયન (અંગ્રેજી માં), રશિયન (અંગ્રેજી માં) અને વિયેતનામીઝમાં (અંગ્રેજી માં) ઉપલબ્ધ છે.

ઇન્ટરેક્ટિવ ટેક્સ અસિસટેન્ટ

અમારો ઇન્ટરેક્ટિવ ટેક્સ અસિસટેન્ટ (અંગ્રેજી માં) એક ઑનલાઇન ટૂલ છે જે તમારાં ટેક્સ કાયદાના પ્રશ્નોના જવાબ આપશે. તે આ સહિત વિષયોની વિશાળ શ્રેણીને આવરી લે છે:

  • કઈ આવક કરપાત્ર છે
  • પછી તમે ભલે અમુક ટેક્સ ક્રેડિટ્સ માટે લાયક હોવ
  • તમારું ફાઇલિંગ સ્ટેટસ કેવી રીતે નક્કી કરવું
  • તમે તમારાં ટેક્સ રીટર્ન પર કોણ આધારિત હોવાનો દાવો કરી શકો છે

કમાયેલ ઈન્કમટેક્સ ક્રેડિટ અસિસટન્ટ

જો તમે ગયા વર્ષે કામ કર્યું હતું પરંતુ ઓછી અથવા મધ્યમ આવક મેળવી હોય, તો તમે Earned Income Tax Credit (EITC) {કમાયેલી ઈન્કમટેક્સ ક્રેડિટ (EITC)} (અંગ્રેજી માં) માટે ક્વોલિફાય થઈ શકો છો. આ ટેક્સ ક્રેડિટ સાથે, તમે હજી પણ રીફંડ મેળવી શકો છો, પછી ભલે તમારી પાસે કોઈ ટેક્સ દેણદારી ના હોય.

તમે લાયક છો કે નહીં તે જોવા માટે EITC અસિસટન્ટ ટૂલ (અંગ્રેજી માં) વાપરો.

અર્થઘટન સેવાઓ

જો તમને IRS.gov પર તમારા કર પ્રશ્નોના જવાબો ન મળે, તો અમે તમને વ્યાવસાયિક દુભાષિયાઓની સહાયતાથી 350 થી વધુ ભાષાઓમાં સહાય આપી શકીએ છીએ. સ્પેનિશ સહાય માટે, કૉલ 800-829-1040. અન્ય બધી ભાષાઓ માટે, કૉલ 833-553-9895. તમે આઈઆરએસ (IRS) સહાયક સુધી પહોંચશો જે આ કરી શકે છે: